Disable Preloader

ટેસ્ટિમોનિઅલ્સ

એક શિક્ષકની સફળતા એમાં નથી કે તે કેટલા વિદ્યાર્થીઓને ભણાવે છે. એક શિક્ષકની સફળતા એમાં છે કે તે એના વિદ્યાર્થીઓને કેવું ભણાવે છે અને તેના વિદ્યાર્થીઓ કેવી કારકિર્દી બનાવે છે. દેશ પણ ત્યારે જ પ્રગતિ કરે કે જયારે દેશના વિદ્યાર્થીઓ પ્રગતિ કરે અને વિદ્યાર્થીઓની પ્રગતિ માટે જરૂરી છે એમની ઉચ્ચ કારકિર્દી. પોતાની ભવ્ય કારકિર્દી તરફ કૂચ કરી રહેલા અને ઉત્તરોત્તર પ્રગતિ સાધી રહેલાં અમારા અનેક ઉજ્જવલ વિદ્યાર્થીઓ પોતપોતાના ક્ષેત્રમાં અમારી સંસ્થાનું નામ રોશન કરી રહ્યાં છે.

Testimonials ટેસ્ટિમોનિયલ્સ

શ્રી મહેશભાઈ પુરોહિત દ્વારા સંચાલિત "જય વાંકલ ટ્યુશન કલાસીસ" માત્ર પરીક્ષા પૂરતું અભ્યાસક્રમ જ નથી ચલાવતું, પરંતુ વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ગૌરવ, દેશભક્તિ અને રાષ્ટ્રવાદ જેવા સદ્ગુણોને પણ ખીલવે છે.

જનતાના પ્રતિનિધિ તરીકે મારા નવસારી જિલ્લામાં સ્થિત જય વાંકલ ટ્યુશન કલાસીસ પ્રત્યે મને ગર્વ છે. મહેશભાઈના આ સુંદર પ્રયત્નોને હું બિરદાવું છું. તેમજ તેમનું ટ્યુશન કલાસીસ ઉત્તરોત્તર પ્રગતિ કરે અને એનો લાભ વધુમાં વધુ વિદ્યાર્થીઓને મળે એ શુભેચ્છાઓ સાથે,

શ્રી આર. સી. પટેલ
ધારાસભ્ય, 174 – જલાલપોર મત વિસ્તાર
નાયબ મુખ્ય દંડક, ગુજરાત વિધાનસભા

Ramesh Joshi

જય વાંકલ ટ્યુશન કલાસીસ જેવી સંસ્થાઓ એ નવસારી જેવા વિસ્તારો કે જ્યાં વિદ્યાર્થીઓની સંખ્યાના પ્રમાણમાં સારી શૈક્ષણિક સંસ્થાઓ ઉપલબ્ધ નથી, તેમને માટે વરદાન સમાન છે.

રમેશ જોશી (ચીફ ઓફિસર, નવસારી નગરપાલિકા)
N R Prajapati

જય વાંકલ ટ્યુશન કલાસીસ આજના વિદ્યાર્થીઓને માત્ર માર્ક્સ લાવતાં નથી શીખવાડી રહ્યું. એ બાળકોને લોકતંત્રમાં એમની જવાબદારીનું ભાન પણ કરાવી રહ્યું છે.

એન. આર. પ્રજાપતિ (ડેપ્યુટી કલેકટર નવસારી)
Dinesh Purohit

જય વાંકલ ટ્યુશન કલાસીસનો વિદ્યાર્થીઓ સાથેનો નાતો માત્ર શૈક્ષણિક હેતુ પૂરતો જ નહિ બલકે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં સહભાગી બની તેઓને સફળ બનાવવા સુધીનો રહ્યો છે.

દિનેશભાઈ પુરોહિત (રેવન્યુ તલાટી, સુરત)

અમારાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના અનુભવો