અમારી પાસે ભણતા વિદ્યાર્થીનું અમારી સંસ્થા સાથે એક સામંજસ્ય બંધાઈ જાય છે. અમારા જ્ઞાનલક્ષી કલ્ચરમાં ઘડાયેલાં બાળકે અભ્યાસમાં આગળ વધતાં અમારી શૈક્ષણિક સંસ્થાને છોડીબીજે ક્યાંય જવું ના પડે તે હેતુથી અમારે ત્યાં ધોરણ 1 થી માંડીને B. Com. સુધીનું અને સાથે-સાથે કમ્પ્યુટરનું શિક્ષણ આપવામાં આવે છે.
પ્રાથમિક ધોરણો એટલે કે બાલમંદિર અને ધોરણ 1 થી 8 માં અભ્યાસક્રમના તમામ વિષયો
ધોરણ 9 અને 10 માં મુખ્ય વિષયો ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સમાજશાસ્ત્ર તેમજ ગુજરાતી અને સંસ્કૃત વ્યાકરણ
ધોરણ 11 અને 12 કોમર્સના મુખ્ય વિષયો: વાણિજ્ય વ્યવસ્થા, અર્થશાસ્ત્ર, નામાનાં મૂળતત્વો, આંકડાશાસ્ત્ર અને અંગ્રેજી
B. Com. ત્રણેય વર્ષો માટે નામાનાં મૂળતત્વો (Accounts), આંકડાશાસ્ત્ર (Statistics) અને English
અત્યાધુનિક કમ્પ્યુટર લેબમાં Tally, CCC (સરકાર માન્ય), ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાનું પાયાથી શિક્ષણ
દર વર્ષે વેકેશનમાં ધો. 10 માટે Basic Mathematics અને B. Com. માટે Basic Accountancy ની ફ્રી વેકેશન બેચ