About જય વાંકલ ટ્યુશન કલાસીસ
જય વાંકલ ટ્યુશન કલાસીસ એટલે શિક્ષણ દ્વારા સમાજકલ્યાણ. જય વાંકલ ટ્યુશન કલાસીસ એ બાલમંદિર, ધોરણ 1 થી લઈને ધોરણ 10, ધોરણ 11-12 કોમર્સ અને બી. કોમ. સુધીના શાળાકીય અભ્યાસક્રમો તથા CCC, Tally અને ઈન્ટરનેટ, સોશિયલ મીડિયા જેવા કોર્સીસ દ્વારા કમ્પ્યુટરનું શિક્ષણ આપતી, તજજ્ઞ શિક્ષકો અને શિક્ષણવિદ નિષ્ણાતો દ્વારા સંચાલિત, ઈ-લર્નિંગ સુવિધાથી સસજ્જ; 1200 થી વધુ પુસ્તકો ધરાવતી લાયબ્રેરી, વાય-ફાય, એસી ક્લાસરૂમ જેવી અદ્યતન સગવડો વચ્ચે નિગનાત્મ્ક અને આગમનાત્મ્કપદ્ધતિ દ્વારા શિક્ષણ આપતી નવસારીની એકમાત્ર સંસ્થા છે.
14 વર્ષોથી શિક્ષણરૂપી સમાજોદ્ધારમાં કાર્યરત અમારી સંસ્થા આજ સુધી 3000 થી પણ વધુ વિદ્યાર્થીઓનું જવાબદાર અને સક્ષમ નાગરિકોરૂપે ઘડતર કરી દેશની આર્થિક ઉન્નતિમાં ભાગીદાર એવા આદર્શ વ્યવસાયિકોરૂપી ભેંટ આ સમાજને તથા દેશને આપ્યાનો ગર્વ અનુભવે છે.
ADMISSION
Philosophy ફિલોસોફી
Values
અમેરિકાના મહાત્મા ગાંધી કહેવાતા સમાજસેવક અને નોબેલ પ્રાઈઝ વિજેતા માર્ટીન લ્યૂથર કિંગ એ કીધું છે કે શિક્ષણ પાછળ કરેલું ઇન્વેસ્ટમેન્ટ એ આ દુનિયામાં સૌથી સારું વળતર આપે છે. જય વાંકલ ટ્યુશન કલાસીસ એ વાલીશ્રીઓએ પોતાના બાળકોના શિક્ષણ પાછળ કરેલા ઇન્વેસ્ટમેન્ટનું તેમના બાળકોને માત્ર શાળાકીય પરીક્ષાઓ જ નહિ, પરંતુ જીવનની દરેક કસોટીઓમાં ઝળહળતી સફળતા મેળવવાચાવીરૂપ પથ્માર્ગ શોધતાં શીખવાડીને અને તેમની ઉચ્ચ કારકિર્દીનું નિર્માણ કરીને વળતર આપે છે.
Vision
જયારે પૃથ્વી પર માણસો નહોતાં; ત્યારે 'શક્તિ' એટલે કે 'તાકાત' એ સત્તાનું કેન્દ્ર હતી. એટલે કે જે-તે સમયે જે-તે સ્થળે જે પરની સૌથી વધુ શક્તિશાળી હોય, આધિપત્ય એનું જ હોય. આજે માણસે સજીવસૃષ્ટિમાં 'શક્તિ' ને બદલે 'બુદ્ધિ' ને સત્તાનું કેન્દ્ર બનાવી દીધું છે . માણસે બુદ્ધિ એટલે કે જ્ઞાનને કેન્દ્રબિંદુ બનાવી જે સમાજવ્યવસ્થા અને અર્થવ્યવસ્થા ઘડી છે, એ વ્યવસ્થામાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માણસ માટે સૌથી જરૂરી છે 'બૌદ્ધિક વિકાસ' અને શિક્ષણનું બીજું નામ એટલે જ 'બૌદ્ધિક વિકાસ અને ઘડતર'.
Mission
"સમાજના સામૂહિક બૌદ્ધિક વિકાસ" ને પોતાની નૈતિક ફરજ માનતી અમારી સંસ્થા એ વેપાર કરવા માટે વિદ્યાર્થીઓને શિક્ષણ નથી આપતી. અમે તદ્દન વાજબી ફી લઈને વિદ્યાર્થીઓને શિક્ષણ એટલા માટે આપીએ છીએ કારણ કે "શિક્ષણ દ્વારા આદર્શ રાષ્ટ્રનું ઘડતર કરવું" – એ જ અમારું મિશન છે. અન્ય ટ્યુશન-કોચિંગ કલાસીસની કેમ અમે માત્ર હોંશિયાર વિદ્યાર્થીઓને નથી શોધતાં. અમે અમારી સંસ્થામાં શિક્ષણ મેળવનાર વિદ્યાર્થીઓની અંદર રહેલી છોપ્પી શક્તિઓને બહાર લાવી એમના ભાવિનું ઘડતર કરીએ છીએ.